top of page
Search

કસરતની શરીર પર અસર


*માત્ર 10 મિનિટની કસરતથી જ શરીરનો દુઃખાવો ઘટવા લાગે છે*

નિયમિત કસરત તંદુરસ્તીની પ્રથમ ચાવી છે. હાર્વર્ડના અનુસાર કસરત શારીરિક અને માસિક બંને તંદુરસ્તી સુધારે છે. વજન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેનાથી બીમાર પડવાનું જોખમ ઘટે છે. હાડકાં અને માંસપેશી મજબૂત થાય છે. મધ્યમથી તેજ ગતિની કસરતના એક સેશન માત્રથી મગજ પર સીધી અસર જોવા મળે છે. આજે જાણીએ નિયમિત કસરતથી શરીર અને મન પર થતી અસર વિશે.


*શરીર અને મગજ બંને તંદુરસ્ત રહે છે*


*10 મિનિટ પછીઃ એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થવા લાગે છે*

હાર્ટ રેટ વધવા લાગે છે. મગજમાં લોહીનો પુરવઠો વધે છે. એન્ડોર્ફિન હોર્મોન રિલીઝ થાય છે, જે દુઃખાવાના સંકેતો ઘટાડે છે. શરીર વિવિધ એનર્જી સિસ્ટમનો ઉપયોગ શરૂ કરે છે.


*એક કલાક પછીઃ મેટાબોલિઝમ અને પાચન સુધરવા લાગે છે* ધબકારા, શ્વાસની ગતિ, બ્લડ ફ્લો આ બ ધીમું પડે છે, જ્યારે પાચન, મેટાબોલિઝમ સુધરે છે. એટલે કસરત પછી કાયમ પૌષ્ટિક ભોજન કરવું જોઈએ.


*એક ક્વિસ પછી માંસપેશીઓ સુધરવા લાગે છે*

માંસપેશિઓ થોડી કડક થાય છે, જેમાં થોડો દુઃખાવો થાય છે. જેને ડિલેડ ઓનસેટ મસલ્સ સોરનેસ (ડીઓએમએસ) કહે છે. તેનાથી ડરવું નહીં. આ સુધારાનો સંકેત છે.


*એક સપ્તાહ પછી એંગ્ઝાયટી અને ડિપ્રેશન ઘટવા લાગેછે* શરીરને ઊર્જા આપતા માઈટોકાન્ડ્રિયા અનેકગણા વધે છે. ઊંઘ અને આત્મવિશ્વાસમાં સુધારો થાય છે. એંગ્ઝાયટી અને ડિપ્રેશનના લક્ષણ ઘટે છે.


*બે સપ્તાહ પછી: કસરતની ટેવ પડવા લાગે છે*

બે સપ્તાહ પછી નિયમિત કસરતની અસર શરીર પર સ્પષ્ટ દેખાય છે. જો વજન ઘટાડવાનું લક્ષ્ય છે અને ડાયેટ ફોલો કરો છો તો વજનમાં ઘટાડો દેખાવા લાગશે. કસરતની ટેવ પડી જાય છે.'


*એક મહિના પછીઃ શરીર અને મન બંનેમાં સુધારો*

વ્યક્તિની શારીરિક રચના, કસરતની ઈન્ટેન્સિટીના આધારે દરેક વ્યક્તિ પર અલગ અસર થાય છે. કુલ મળીને શારીરિક અને માનસિક તંદુરસ્તી સુધરવા લાગે છે.


*6 મહિના પછી હાર્ટએટેકનું જોખમ ઘટી જાય છે*

ક્ષમતા અને તાકાત બંને વધે છે. હૃદય મજબુત થાય છે. ખુદને ચેલેન્જ આપવા લાગો છો. રેસ્ટિંગ હાર્ટ રેટ અને બ્લડપ્રેશર ઘટી જાય છે. તેનાથી હાર્ટએટેકનું જોખમ ઘટે છે.


*એક વર્ષ પછીઃ ઈમ્યુનિટી મજબૂત થાય છે*

હાડકાં મજબૂત અને નક્કર બને છે. તેમનાં તુટવાનું જોખમ ઘટી જાય છે. તણાવ, એંગ્ઝાયટી અને ડિપ્રેશનના લક્ષણ ઘટે છે. ઈમ્યુનિટી મજબૂત થાય છે. યાદશક્તિ અને મગજ તેજ બને છે.

127 views0 comments

Recent Posts

See All
bottom of page