*સાયટિકા એટલે શું?*
સાયટિકામાં નિતંબથી શરૂ થઇ કમર, જાંઘ, ઘુંટણ અને પગ સુધી વારંવાર શૂળ અને તણખા મારવા, આખો પગ અક્કડ થઇ જવો, અસહ્ય વેદના થવી, ક્યારેક કમરથી પગની એડી સુધીની નસ ખેંચાઇ છે. તેમજ અસહ્ય લવકારા મારે છે.
કમરના મેરૂદંડમાંથી જ્ઞાનતંતુઓ બહાર આવે છે અને તે જ્ઞાનતંતુઓ ભેગા મળી એક નસ બનાવે છે.આ નસ કમર તથા પગના સ્નાયુઓના હલન ચલન ની ક્રિયાઓને કાબુમાં રાખે છે. આ નસને ' સાયટિક નર્વ ' તરીકે ઓળખવામાં આવે છે. આ સાયટિક નર્વ માં અથવા તેની શાખામાં થતો દુઃખાવો એટલે સાયટિકા
કારણો :-
~ સાયટિકા મોટાભાગે કમરની ગાદી ખસી જવાથી કે ગાદી પર સોજો આવવાથી થાય છે.
~સાયટિક નસ (જ્ઞાનતંતુ) માં કે તેની કોઇ પણ શાખા માં ખેંચાણ આવવાથી કે તેના પર દબાણ આવવાથી તેમાં ઉત્તેજના પેદા થાય છે. જેના લીધે દુઃખાવો શરૂ થઇ જાય છે.
~ ઘણીવાર પ્રેગનેન્સી દરમિયાન પણ સાયટિકા નો દુઃખાવો થતો જોવા મળે છે.
લક્ષણો :-
~ શરૂઆત માં નિતંબપ્રદેશ માં દુઃખાવો જણાય છે. ધીરે ધીરે જાંઘના પાછળના ભાગમાં, પીંડીઓમાં અને પગના એડી સુધીના ભાગમાં પણ પીડા જણાય છે.
~ કોઇક વાર પગના અંગુઠા સુધી વેદના અને ખેંચાણ થતું હોય છે.છે.
~ પગના નીચેના ભાગમાં કે પગના તળીયામાં ખાલી ચડવી કે ઝણઝણાટી અનુભવાય.
~ મોટાભાગે સાયટિકાવાળા દર્દીને ચાલવામાં તથા ઉભા રહેવામાં અસહ્ય વેદના થતી હોય છે.
~ જો તકલીફ વધે તો દુ:ખાવો પગના પંજા તરફ આગળ વધતો જાય છે તથા ઘણીવાર પગના સ્નાયુઓની તાકાત પણ ઘટી શકે છે.
સારવાર :-
~ સાયટિક નસની કોઇ શાખામાં ખેંચાણ આવવાથી, તેના પર રનાયુઓનું દબાણ આવવાથી કે પ્રેગનન્સીમાં થતા સાયટિકાનાં દુ:ખાવામાં સમયસરની ફિઝીયોથેરાપી સારવાર ખૂબ લાભદાયક છે.
~ ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા મેકેન્ઝીની કસરતો જો કરાવવામાં આવે તો સાયટિકામાં ખુબ જઝડપથી અને હંમેશા માટે આરામ મળી શકે છે.
~ આ તકલીફમાં કસરતની સાથે સાથે ઉઠવા-બેસવાની પદ્ધતિમાં ફિઝિયોથેરાપીસ્ટ દ્વારા બતાવવામાં આવતો સુધારો પણ ખુબ ફાયદાકારક છે.
~ વિદેશમાં સાયટિકામાં લોકો સીધા જ ફિઝિયોથેરાપીસ્ટ પાસે આવે છે.
~ કમરની ગાદી વધારે ખસી જવાથી થતા સાયટિકાનાં દર્દમાં કસરતથી રાહત ન થાય તો ઓપરેશનની જરૂર પડી શકે છે.
~ સાયટિકાની તકલીફમાં ફિઝીયોથેરાપી (કસરત) જેટલી વહેલી તકે શરૂ કરીએ એટલો વધારે ફાયદો થાય છે.
Comments