top of page
Search

કમરનો દુઃખાવો


કમર એ શરીરનું કેન્દ્રબીદુ છે. શરીરના કેટલાક અતિ અગત્યના અંગો કમરમાં અને આસપાસ આવેલા હોય છે. આ ભાગમાં દુઃખાવો એ વ્યક્તિ માટે ખુબ પીડાદાયક હોય છે. કમરનો દુઃખાવો સામાન્ય રીતે ઘણાં બધા લોકોમાં જોવા મળે છે તે ખુબ જ પીડાદાયક હોય છે. ઘણાં બધા લોકો કમરના દુઃખાવાના કારણે પોતાની રોજીંદી ક્રિયાઓ અને કામ કરી શકતા નથી. તમારી કરોડરજ્જુ એ તમારા શરીરનો એક સૌથી મજબૂત હિસ્સો છે.

તે મજબૂત હાંડકાઓના ચોકઠાંથી બનેલ છે જે ગાદીઓ વડે જોડાયેલ છે. કરોડરજ્જુ કે જે શરીરને લચકતા અને મજબૂતાઇ આપે છે.તે લીગામેન્ટસ અને સ્નાયુઓથી ઘેરાયેલ હોય છે. મોટા ભાગના કમરના દુઃખાવા કોઇ પણ ગંભીર બીમારી વગર સામાન્ય સ્નાયુઓ, સાંધા અને લીગામેન્ટની સ્ટ્રેઇન અને સ્ટ્રેઇન ને કારણે હોય છે.


કારણો

- ઉમર સાથે પરિવર્તન થવાથી લાગતો ઘસારો.

- મણકાનું ખસી જવું.

- સ્નાયુમાંથી નસ ઉપર દબાણ આવતું.

- ગાદીનું ખસી જવું અને નસનું દબાવું.

- કરોડરજ્જુની જગ્યા સાંકડી થવી.

- સ્નાયુઓ નબળાં પડવા તથા જકડાઇ જવા.

- કોઈપણ સાંધાનાં અને સ્નાયુના હલન ચલન માં વધારો અને ઘટાડો થવો.


લક્ષણો

1) દુઃખાવો

- કમર નો દુઃખાવો.

- કમર અને પડખાનો દુઃખાવો.

- કમર અને એક અથવા બંને થાપામાં સાથે દુ:ખાવો થવા.

- કમર અને સાથળનાં પાછળનાં ભાગમાં દુઃખાવો થવો.

- કમર અને સાથળનાં પાછળનાં ભાગમાં અને પીંડીમાં દુઃખાવો થવો.

- કમર અને સાથળનાં આગળનાં ભાગમાં દુઃખાવો થવો.

- કમર અને ગોઠણનો દુઃખાવો.

2)ખાલી ચડી જવી અને ભારે થઇ જવું

- થાપાના ભાગમાં ખાલી ચડી જવી અને ભારે થઇ જતું

- સાથળ અને પીડીના ભાગમાં ખાલી ચડી જવી અનેભારે થઇ જવું

- પગના તળીયામાં ખાલી ચડી જવી કે બળતરા થવી.

3) કમરનું જકડાઇ જવું

- વહેલી સવારે ઉઠતી વખતે કમરમાં જકડાહટ અનુભવવી.

- કોઈપણ કાર્ય કરતી વખતે જકડામણ અનુભવવી.

- લાંબો સમય ઉભા રહેવાથી અને બેસી રહેવાથી જકડાઇ જવું.

- કમરથી વાકાં વળીયે ત્યારે જકડામણ અનુભવવી.

- કમરથી વાકાં વળીને સીધા થઇએ ત્યારે જકડામણ અનુભવવી.

- લાંબો સમય બેસીને ટટ્ટાર ઉભા થવામાં તકલીફ અનુભવવી.

4) વધારે વજન ઉચકવાના કારણે કમરમાં કે પગમાં દુઃખાવો થવો.

5) કોઇ પણ ઝટકાવાળું કાર્ય કરવાથી દુઃખાવો થવો.


ઉપરના લક્ષણોમાં અમુક ક્રિયાઓ સાથે ફેરફાર થઇ શકે છે. જેમ કે, બેસવું, ઊભડક બેસવું, પલાઠી વાળીને બેસવું, ઉભા રહેવું, ચાલવું.

આ ક્રિયાઓમાં લક્ષણોમાં વધારો અને ઘટાડો બંને નોંધનીય છે.


સારવાર:-

- મણકાનું ખસી જવુ :- મણકાને તેની મૂળ જગ્યાએ રાખવાનું કામ હાંડકાનો આકાર, સ્નાયુની તાકાત અને લીગામેન્ટનું લચકપણું છે. જેને ફિઝીયોથેરાપીસ્ટ જ વિકસાવી શકે છે.

- સ્નાયુમાંથી નસ ઉપર દબાણ આવવું :- ઘણી વખત સ્નાયુઓ જકડાઇ જવાના કારણે નસ ઉપર દબાણ આવતુ હોય છે. જકડાઇ ગયેલા સ્નાયુઓને ફિઝીયોથેરાપીસ્ટ ખેંચીને ઢાંલા પાડે છે. જેમનાથી નસ ઉપરનું દબાણ દુર થાય છે.

- એ સિવાય ફિઝીયોથેરાપીસ્ટ તમારા રનાયુઓની તાકાતનું સંતુલન જાળવે છે. જેમનાથી કરોડરજ્જુ પર દબાણ આવતું અટકે છે અને સાંધા અને સ્નાયુના હલન ચલનમાં સંતુલીત અભીવૃદ્ધિ કરે છે. જે તમને કમરના દુ:ખાવામાંથી મુક્ત કરે છે.

- તમારી કમર સામાન્ય પણે જે રીતે હલન ચલન અને કામ કરે છે તે રીતે નથી કરી શકતી. તમે એવું વિચારી શકો કે એ તમારી કાબૂમાં નથી તો તેના માટે તમારે એવું કરવાનું છે કે તમારે તમારી કમરનું હલન ચલન અને કામ બરાબર થાય તેવા પ્રયત્ન કરવાના છે. જે તમારી સારા થવાની પ્રાકૃતિક ક્ષમતાને વધારે છે.

- શું મોટા ભાગનાં લોકો કમરનાં દુઃખાવા માટે ફિઝીયોથેરાપીનો સંપર્ક કરે છે? જવાબ છે ના. કેમ? કેમ કે મોટા ભાગના લોકાને ફિઝીયોથેરાપી કમરના દુઃખાવામાં શું કરે છે. તેનો

ખ્યાલ નથી.

- ઉપરોક્ત જે દુઃખાવાના કારણે જણાવેલ છે. તેમાં ૯૦% કામ ફિઝીયોથેરાપીસ્ટનું છે. જેમ કે, ઉમરના સાથે ઘસારો થવો જેમાં ફિઝીયોથેરાપીસ્ટ તમારા સ્નાયુને મજબૂત બનાવીને ઘસારો અટકાવે છે.

- સાંધાનું હલન ચલન વધારે છે. જેમનાથી સાંધાની અંદર પ્રવાહીનું પ્રમાણ વધે છે. જે ઘસારાને રોકવામાં મદદ કરે છે.

- ઘણી વખત કમરનો દુઃખાવો એ માત્ર કસરત અને થોડી પરહેજ પાળવાથી સારો થઇ જતો હોય છે. જ્યારે અમુક દર્દીઓને સાથે દવાની જરૂર પડતી હોય છે અને જો આ સારવાર નિષ્ફળ નીવડે એવા સંજોગોમાં ઓપરેશન કરાવવું પડતું હોય છે.

108 views0 comments
bottom of page